ઇડર સ્ટેટ નું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતા સાબરકાંઠા જિલ્લો અસ્તિત્વ માં આવ્યો. સાબરકાંઠા જિલ્લા ના અસ્તિત્વ સાથે સહકારી પ્રવૃત્તિના મંડાણ આ જીલ્લામાં શરુ થયા અને આ સંસ્થા હિમતનગર ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. તરીકે તારીખ ૨૪/૦૪/૧૯૪૯ ના રોજ રજીસ્ટર થઇ.
શરૂઆતમાં બે રેશનીંગ દુકાનો ચલાવવા માંડી, પાછળથી કાપડની વહેચણી માટે વિરાવાડા ગામે કાપડની દુકાન શરૂકરી અને બેરણા ગામે રેશનીંગ દુકાન શરુ કરી. જીલ્લાની રાજધાની હિમતનગરમાં મીઠું, લોખંડ અને સિમેન્ટનો જથ્થો મંગાવી વહેચવાનું કામ શરુ કર્યું.
તે પછી તારીખ ૧૨-૦૭-૧૯૫૦ નાં રોજ હિમતનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ફેરવવામાં આવી અને તારીખ ૦૨-૦૫-૧૯૫૧થી તાલુકા સંઘ સાબરકાંઠા જિલલા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ફેરવાઈ ગયો.
આમ, તારીખ ૨૪/૦૨/૧૯૪૯ના રોજ આ સંસ્થાનો જન્મ થયેલો અને તે વર્ષના અંતે ૮૦ સભ્યો અને રૂપિયા ૭૯૭૦/-નું શેર ભંડોળ હતું.
સંઘે ખેડૂતો અને આમ જનતાને ઉપયોગી બની રહે તે માટે પોતાના વાહનવ્યવહારના સાધનો વસાવેલા. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ભિલોડા અને ગાંભોઈ મુકામે ડીઝલ અને પેટ્રોલ પંપ શરુ કરી ક્રુડ, કેરોસીન, લુબ્રીકેટીગ ઓઈલનું વેચાણ ચાલુ કરેલ. ત્યારબાદ
આદિવાસીઓની વધુ સેવાઓ માટે જીલ્લામાં મેઘરજ, વિજયનગર અને ભિલોડા મુકામે શાખાઓ શરુ કરી તેમની જરૂરીયાત વ્યાજબી ભાવે પૂરી પાડવાની કામગીરી શરુ કરેલ.
મધ્યસ્થ સહકારી ગ્રાહક ભંડાર તરીકે આ સંઘને માન્યતા મળતા મિલોનું કાપડ, કંટ્રોલનું કાપડ તેમજ અન્ય જરૂરીયાતોની ચીજો તેમજ જથ્થાબંધ ખરીદેલ અનાજમાંથી પણ જનતાને બજારમાં અનાજના ઊંચા ભાવો જતા વ્યાજબી ભાવે સંઘ દ્વારા ચાલતી વ્યાજબી ભાવની દુકાનેથી અનાજ, સોડા, સાબુ, કઠોળ, વગેરે ચીજોનું વિતરણ કરવામાં આવતા આમજનતાને ખુબ લાભ થયેલ છે.
સંસ્થાની અનેકવિધ ક્ષેત્રે સુવાસ પ્રસરેલી હોવાથી સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે તેમજ સિવિલ હોસ્પિટલ, હિમતનગરમાં દાન આપેલ છે. અગાઉનાં વર્ષોમાં સભાસદોના બાળકોને શિષ્યવૃત્તિ આપેલ છે. તે ઉપરાંત રાષ્ટ્રની આફત વેળાએ કે દેશના પુર પીડિતો કે દુષ્કાળ તથા રાષ્ટ્રિય સંકટ સમયે મોટી રકમો દાનમાં આપી છે. તેમજ સુનામી જેવા કુદરતી આપત્તીકાલમાં મે.કલેકટર સાહેબના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાને કીટ બનાવવાની કામગીરી સોપવામાં આવેલ.
ભિલોડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને શામળાજી વિભાગીય સહકારી ખરીદ વેચાણ સંઘ આર્થિક મુશ્કેલીમાં મુકાતા સંઘને વહીવટદાર તરીકે નિમણુક કરતા તેમને સંગીન સ્થિતિમાં મૂકી વહીવટ પરત સોપેલ તેમજ હિમતનગર સહકારી જીન કામકાજ અટકી પડેલ અને સને ૧૯૭૦-૭૧માં કપાસનું કામકાજ સંઘે હાથ ધરી જિન ને આર્થિક જવાબદારીમાંથી મુક્ત કરી સંગીન પાયા ઉપર મુકેલ. સંઘે તેના ભાવી વિકાસ માટે તે સમયે અડધા લાખની કિમતની ખુલ્લી જમીન ખરીદી સભાસદોને મોટો લાભ આપાવેલ.
સંઘને સને ૧૯૬૦ના વર્ષમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રી મહેંદી નવાબજંગે મુલાકાત લઇ સંઘની તમામ પ્રવૃત્તિઓથી ખુબ જ પ્રભાવિત થયેલ.
સહકારી ક્ષેત્રની એશિયાના દેશોની વ્યાપાર માટેની માર્ગદર્શિકા (એશિયન કો-ઓ. ટ્રેડ ડિરેક્ટરી) માં આંતરરાષ્ટ્રીય સહકારી સંઘે (ઇન્ટરનેશનલ કો-ઓ એલાયન્સ) આ જિલ્લા ખરીદ વેચાણ સંઘનું નામ સિત્તેરના દાયકાથી ઉમેરવામાં આવેલ છે.
ઇન્ડિયન ઓઈલ કંપનીએ સંઘની ગાંભોઈ શાખાને એમ.પી.ડી.સી. તરીકે માન્યતા આપેલ છે.
આ સંઘે તેની ઉજ્જવળ કારકિર્દી જાળવી રાખી પ્રગતિના સોપાન સર કરી રૌપ્ય મહોત્સવ અને સુવર્ણ જયંતી મહોત્સવ ખુબ જ શાનદાર રીતે સહકારી આગેવાનો અને સભાસદોની હાજરીમાં ઉજવવામાં આવેલ.
૧. ૧૪૦૦૦ મેં. ટન માલ સંગ્રહ શકી ધરાવતા કુલ ૨૬ પાકા ગોડાઉન.
૨. આઈ.ઓ.સી. કંપનીના ગાંભોઈ, ભિલોડા, માલપુર, મહાવીરનગર, ધનસુરા અને ઢોળવાની (એડહોક) એમ ૬ સ્થળે પેટ્રોલ – ડીઝલ પમ્પો ધરાવે છે. અને પોતાની માલીકીની 3 ટેન્કરો મારફતે પેટ્રોલ અને ડીઝલના વાહન માટે આઈ.ઓ.સી. કંપની સાથે કોન્ટ્રાક્ટ કરેલ છે.
૩. આઈ.ઓ.સી. કંપનીના કેરોસીનના એજન્ટ તરીકે જિલ્લા પુરવઠા વિધાગ મારફતે વિતરણની કામગીરી કરે છે.
૪. માનવ કલ્યાણ યોજના હેઠળ જિલલા ઉદ્યોગ કેન્દ્રની નોડલ એજન્સી તરીકે સહાય સાધન વિતરણની કામગીરી.
૫. ખેતીવાડી માટે જરૂરી રસાયણ ખાતરો, હાઈબ્રીડ બિયારણ, પાક્રક્ષક દવાઓનું વેચાણ.
૬. ખેતપેદાશોની ખેડૂતો પાસેથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાંથી સરકારશ્રીની યોજના હેઠળ ટેકાના ભાવે ખરીદી વેચાણની પ્રવૃત્તિ.
૭. આ સંસ્થાને કેન્દ્ર સરકારશ્રી તરફથી મધ્યસ્થ ગ્રાહક સહકારી ભાન્દાલ તરીકે માન્યતા મળેલ છે.
૮. કાપડ વિભાગમાં દરેક જાતનું શુટિંગ, શર્ટીંગ, પ્રી-છીટ, માદર પાત, ગાડી તકિયા, સાડીઓ, હેન્ડલુમ, હોજીયરી, ગરમ સ્વેટર અને રેડીમેઈડ પેન્ટ-શર્ટનું કાપડ, છત્રી, રેઈનકોટ વગેરેનું વેચાણ.
૯. સુપર માર્કેટ વિભાગમાં જીવન જરૂરી તમામ ચીજો તથા સુકો મેવો, ટુથપેસ્ટ, બ્રશ, ન્હાવા-ધોવાના સાબુ, ચા, બિસ્કીટ,હેરઓઈલ તથા આઈ.એસ.આઈ. માર્કોના પ્રખ્યાત કંપનીઓના હેલ્મેટ વગેરેનું વેચાણ, બારેમાસ ઘરે ભરવા માટે ઘઉં, ચોખા, દાળ, મસાલા વગેરેનું વેચાણ લોકપ્રિય બનેલ છે.
૧૦. હિમતનગર ખાતે ફૂટવેર વિભાગ શરુ કરવામાં આવેલ છે. તેમજ સંઘની પોતાની સાબરસંઘ બ્રાન્ડ ચાનું જથ્થાબંધ તથા છૂટક વેચાણ કરવામાં આવે છે.
૧૧. જથ્થાબંધ પાઠ્ય પુસ્તક વિભાગ દ્વારા આ સંસ્થા ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના ધોરણ-૧ થી ધોરણ-૧૨ ના પાઠ્ય પુસ્તકો જિલ્લાનાં વિતરક તરીકેની કામગીરી કરે છે.
૧૨. મશીનરી વિભાગ દ્વારા ખેત સિંચાઈ માટે પાઈપો, પાઈપ ફીટીંગ, દાતરડા, સુતર, પત્ર, પાવડા,એગ્રીકો ટૂલ્સ, પાક્રક્ષક દવા છંટકાવનાં સાધનો, ઓફીસ તથા ગરેલું ઉપયોગી ફર્નીચર, સિમેન્ટ, લોખંડ તથા અનાજ ભરવાના પીપ, પ્લાસ્ટિક ડોલો તથા પાણીની ટાંકીઓનું વેચાણ કરે છે.
૧૩. ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા ક્રોમ્પ્ટન, ઉષા, બજાજ જેવી પ્રખ્યાત કંપનીઓના સીલીંગ તથા ટેબલ ફેન, લાઈટીંગ સામાન, સિંચાઈ તથા પાણી ચઢાવવા માટેની મોટરો વગેરેનું વેચાણ કરવામાં આવે છે.
૧૪. હોલસેલ અનાજ વિભાગમાં સિંગતેલ, કપાસિયા, સોયાબીન, મકાઈ જેવા ખાદ્યતેલો, ખાંડ, ઘી, ગોળ, દરેક જાતનાં ચોખા, કઠોર તથા દારોનું વેચાણ કરવામાં આવે છે.
