મુખ્ય કાર્યાલય, હિંમતનગર
240195

ધી સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., હિંમતનગર

  • ઇડર સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતા સાબરકાંઠા જીલ્લો અસ્તિત્વ માં આવ્યો. સાબરકાંઠા જીલ્લાના અસ્તિત્વ સાથે સહકારી પ્રવૃત્તિના મંડાણ આ જીલ્લામાં શરુ થયા અને આ સંસ્થા હિમતનગર ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. તરીકે તારીખ ૨૪/૦૪/૧૯૪૯ ના રોજ રજીસ્ટર થઇ.
  • શરૂઆતમાં બે રેશનીંગ દુકાનો ચલાવવા માંડી, પાછળથી કાપડની વહેચણી માટે વિરાવાડા ગામે કાપડની દુકાન શરૂકરી અને બેરણા ગામે રેશનીંગ દુકાન શરુ કરી. જીલ્લાની રાજધાની હિમતનગરમાં મીઠું, લોખંડ અને સિમેન્ટનો જથ્થો મંગાવી વહેચવાનું કામ શરુ કર્યું.
  • તે પછી તારીખ ૧૨-૦૭-૧૯૫૦ નાં રોજ હિમતનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ફેરવવામાં આવી અને તારીખ ૦૨-૦૫-૧૯૫૧થી તાલુકા સંઘ સાબરકાંઠા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ફેરવાઈ ગયો.

વધુ માહિતી માટે અહી Click કરો

સંઘની વર્તમાન પ્રવૃત્તિઓ:

  • ૧૪૦૦૦ મેં. ટન માલ સંગ્રહ શકી ધરાવતા કુલ ૨૬ પાકા ગોડાઉન
  • આઈ.ઓ.સી. કંપનીના ગાંભોઈ, ભિલોડા, માલપુર, મહાવીરનગર, ધનસુરા અને ઢોળવાની (એડહોક) એમ ૬ સ્થળે પેટ્રોલ – ડીઝલ પમ્પો ધરાવે છે. અને પોતાની માલીકીની 3 ટેન્કરો મારફતે પેટ્રોલ અને ડીઝલના વાહન માટે આઈ.ઓ.સી. કંપની સાથે કોન્ટ્રાક્ટ કરેલ છે.
  • આઈ.ઓ.સી. કંપનીના કેરોસીનના એજન્ટ તરીકે જિલ્લા પુરવઠા વિભાગ મારફતે વિતરણની કામગીરી કરે છે.
  • માનવ કલ્યાણ યોજના હેઠળ જિલલા ઉદ્યોગ કેન્દ્રની નોડલ એજન્સી તરીકે સહાય સાધન વિતરણની કામગીરી.
  • ખેતીવાડી માટે જરૂરી રસાયણ ખાતરો, હાઈબ્રીડ બિયારણ, પાક્રક્ષક દવાઓનું વેચાણ.
  • ખેતપેદાશોની ખેડૂતો પાસેથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાંથી સરકારશ્રીની યોજના હેઠળ ટેકાના ભાવે ખરીદી વેચાણની પ્રવૃત્તિ.

વધુ માહિતી માટે અહી Click કરો